આજ દ્વારકામા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયો છે ચાર ધામ માની એક એવી આ દ્વારકા જ્યા દ્વારકાધીશજી જગતમંદિરમા બિરાજમાન છે તે તીર્થનગરી મા ધર્મોત્સવ નુ આયોજન થવાથી કથા રસિકો ભાવવિભોર બન્યા છે અને ઠેર-ઠેર આનંદ ભયોનો માહોલ બન્યો છે
સત્સંગમંડળના નેજા હેઠળ શ્રદ્ધાસભર આયોજન માટે પાલભાઇ અંબલીયા અને વિજયભાઇ રાજ્યગુરૂ સાથે સૌ કોઇ એ આ દિવ્ય આયોજન માટે રાત દિવસ એક કર્યા છે.
દ્વારકાધીશ સત્સંગ મંડળ અને દ્વારકા જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા 3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી સનાતન આશ્રમ દ્વારકા ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયુ છે. ખાસ કરીને કોરોનાકાળમાં મૃત્યુ પામેલા મૃતકના મોક્ષર્થે સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાઇ છે મોક્ષનગરી દ્વારીકાની આ ભગીરથ કાર્યની સેવામાં સહુની ભાગીદારી થાય એવા આશયથી દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનોન મિટિંગ પણ વખતોવખત યોજાઇ હતી અને એક મહિનાથી તડામાર તૈયારીઓ થઇ રહી છે
આ અંગે પાલભાઈ આંબલિયા અને જણાવ્યું છે કે કોરોનાકાળમાં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નુ આયોજન છે તે જે જે લોકોના સ્વજન કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિજન તેમના મોક્ષાર્થે માત્ર 101 રૂપિયા આપી મોક્ષનગરી દ્વારિકામાં યોજાનાર સર્વ જ્ઞાતિ શ્રીમદ્દ ભાગવત સપ્તાહના યજમાન પણ અનેક શ્રદ્ધાળુઓ બન્યા છે આ અંગે જે તે વખતે આ આયોજન અંતર્ગત અપીલ કરાઇ હતી કે જે કોઈ લોકો કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા એવા લોકો કોઇના પણ ધ્યાનમાં હોય તો તેઓનો સંપર્ક કરી આ ભાગવત સપ્તાહમાં પોથી લખાવવા માંગતા હોય તેમના માટે ફોર્મ પણ રીલીઝ કરાયા હતા. કથાકાર મગનભાઇ રાજ્યગુરૂ (બાપજી)ના વ્યાસાસને દ્વારકાના સનાતન આશ્રમમાં યોજાનાર આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન દરરોજ બપોરે 3 વાગ્યાથી સાત 7 વાગ્યા સુધી થઇ શકશે તેમ પણ આયોજકોએ જણાવ્યુ છે.