કોરોનાની પ્રચંડ લહેરના ભણકારા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો. ટ્રેડસ અધનોમે નિવેદન આપ્યું છે કે વિશ્વના વિવિધ દેશો વચ્ચે વેક્સિનની અસમાનતાના કારણે જ ઓમિક્રોન જેવા વેરિએન્ટને ફેલાવાની તક મળી છે. તેથી સમૃદ્ધ દેશો બૂસ્ટર ડોઝ માટે વેક્સિની સંગ્રહખોરી ન કરે અને તમામ દેશોને વેક્સિનનો પૂરતો જથ્થો મળે તો વર્ષ 2022માં કોરોના મહામારીનો અંત આવી શકે છે.
બ્રિટનમાં કોરોના અને ઓમિક્રોનના કેસો વધવા છતાં શિક્ષણ વ્યવસ્થાને સૌથી વધુ પ્રાથમિકતા આપી કડક નિયમો સાતે આગામી અઠવાડિયામાં શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવશે.
બ્રિટનમાં ક્રિસમસ વેકેશન બાદ બાળકો શાળાએ પરત ફરવાના હોવાથી અને ઓમિક્રોનાના કેસોએ સમગ્ર દેશને બાનમાં લીધો હોવાથી ત્યાંની સરકાર અને તંત્ર સવિશેષ કાળજી લઇ રહ્યાં છે.