Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકા, યુરોપ બાદ ભારતમાં પણ કોરોના સંક્રમણ બેકાબુ

અમેરિકા, યુરોપ બાદ ભારતમાં પણ કોરોના સંક્રમણ બેકાબુ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 33,750 કેસ નોંધાયા : ગુજરાતમાં 7 મહિના બાદ કોરોનાના કેસ 1000ને પાર

- Advertisement -

અમેરિકા, યુરોપ બાદ ભારતમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ સાથે સંક્રમણ બેકાબુ થવા લાગ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 33,750 નવા કેસ નોંધાયા છે. દેશની સાથે ગુજરાતમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. શનિવારે 7 મહિના બાદ રાજયમાં કોરોનાના નવા કેસનો આંકડો 1000ને પાર થયો હતો. રવિવારે પણ સંક્રમણના કેસની સંખ્યા ચિંતાજનક બની રહી હતી.

- Advertisement -

દેશમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. ઓમિક્રોનના કેસ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1700 ઓમિક્રોન કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 639 લોકોને રજા આપવામાં આવી છે. સોમવારથી 15- 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી અપાશે. આ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 33,750 નવા કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય સ્તરે પોઝિટિવિટી દર 1.68 ટકા છે. ઘળશભજ્ઞિક્ષ કેસ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 1700 ઓમિક્રોન કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 639 લોકોને રજા આપવામાં આવી છે. બીજી તરફ અમેરિકામાં કોરોના સતત કહેર મચાવી રહ્યો છે. અહીં દરરોજ સરેરાશ ચાર લાખ કેસ નોંધાઇ રહયા છે. અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. અમેરિકામાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે કોરોન્ટાઇન સમય 10 દિવસથી ઘટાડીને પાંચ દિવસ કરવામાં આવ્યો છે.

ત્યારબાદના પાંચ દિવસ દર્દીઓએ માસ્ક પહેરવું પડશે. અમેરિકા ઉપરાંત યુરોપમાં બ્રિટન, ઇટલી, ફ્રાન્સમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને કારણે અહીં હોસ્પિટલો ઉભરાવવા લાગી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular