જો તમે ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ કરેલી પોસ્ટ અને સ્ટોરી રિસ્ટોર કરવા માંગતા હોવ તો હવે તે પણ શક્ય છે. ઇન્સ્ટાગ્રામમાં નવું ફીચર આવ્યું છે જેમાં યુઝર્સ ડીલીટ કરેલા ફોટોને 24 કલાકની અંદર રીકવર કરી શકશે. જે પોસ્ટ કરી છે તે ડિલીટ થયાના 30 દિવસની અંદર રીકવર કરી શકાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ ફીચરની શરૂઆત કરી છે જેથી કરીને યુઝર્સ તેમના એકાઉન્ટ હેક થઈ જાય અને પોસ્ટ ડિલીટ થઈ જાય તો તે રીકવર કરી શકશે.
ઈન્સ્ટાગ્રામે આ નવા ફીચર હેઠળ રિસેન્ટલી ડીલીટેડ ફોલ્ડર બનાવ્યું છે. જો કોઈ યુઝર તેની એક પોસ્ટ ડિલીટ કરે તો પણ તેની ડિલીટ કરેલી પોસ્ટ 30 દિવસ સુધી Instagram ના આ તાજેતરમાં ડિલીટ કરેલા ફોલ્ડરમાં રહેશે. આ એક મહિનાના સમય દરમિયાન, વપરાશકર્તા પોસ્ટને રીકવર કરી શકશે. જો તમે કોઈ પોસ્ટ ડીલીટ કરો છો તો તે તમામ ફોટા, વીડિયો, રીલ્સ, IGTV વીડિયો અને સ્ટોરીઝ હવે રિસેન્ટલી ડિલીટ કરેલા ફોલ્ડરમાં ખસેડવામાં આવશે જેથી કરીને તમે ડિલીટ કરેલી સામગ્રીને એક્સેસ કરી શકો.
કઈ રીતે ડીલીટ કરેલી પોસ્ટ રીકવર થઇ શકશે જાણો
ઇન્સ્ટાગ્રામ ઓપન કરી મેનુ માં જાવ
ત્યાર બાદ સેટિંગ્સમાં જઇને એકાઉન્ટમાં ક્લિક કરો
એકાઉન્ટમાં તમને Recently Deleted વિકલ્પ દેખાશે.
વિકલ્પ પસંદ કર્યા પછી તમે તાજેતરમાં જે પોસ્ટ ડીલીટ કરી છે તે દેખાશે.
જો તમે તેને રીકવર માંગતા હોવ તો ક્લિક કરી રીકવર કરી શકો છો.
રીકવર કરતી વખતે પહેલા સુરક્ષા માટે તમારા ફોન નંબર અથવા ઈમેલ આઈડી પર OTP મળશે. OTP દાખલ કરી અને Confirm પર ટેપ કરતાં તમારી કાઢી નાખેલી Instagram પોસ્ટ ફરીથી મળશે.