જામનગર તાલુકાના ફલ્લા બેરાજા મુકામે રહેતા અશોકસિંહ રામસંગ પરમાર દ્વારા અગાઉ જામનગરની અદાલતમાં ધ્રોલના વેપારી રાજેશ રામજી ઘેડિયા સામેથી ઘી નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ રૂા.6,09,000 ના ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરી હતી. તે કેસમાં સમાધાન થતાં આરોપી રાજેશ રામજી ઘેડિયાએ સમાધાન મુજબ પેટે છ ચેકો આપ્યા હતાં. તે પૈકી એકસીસ બેંક ધ્રોલ શાખાનો રૂા.85000 નો ચેક અશોકસિંહ દ્વારા પોતાના બેંક ઓફ બરોડા ફલ્લા શાખામાં કલીયરીંગ માટે રજૂ કરતા નાણાના અભાવે ચેક પરત ફરતા ફરિયાદી દ્વારા પોતાના વકીલ મારફત નોટિસ આપવા છતાં ચેક મુજબની રકમ વસૂલ નહીં આપતા અશોકસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરતા જે કેસ જામનગર આઠમાં એડી.ચીફ જ્યુડીશિયલ મેજી.સી.કેા. પીપલિયાની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા ધ્રોલના વેપારી રાજેશ રામજી ઘેડિયાને તકસીરવાન ઠરાવી એક વરસની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.85000 પુરાનો દંડ હુકમ કરવામાં આવ્યાં છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. દંડની રકમ ભરપાઈ ન કરે તો વધારાની ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રઘુવીરસિંહ કે. કંચવા રોકાયા હતાં.