જામનગર પીજીવીસીએલ દ્વારા આજે શહેરમાં વધુ એક વખત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ચેકિંગ કામગીરી નવાગામ ઘેડ, ભીમવાસ, યાદવનગર, ભકિતનગર વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન 82 જોડાણોમાં ગેરરીતી ઝડપાતા રૂા.26.15 લાખના બીલો ફટકાર્યા હતાં.
મળતી વિગત મુજબ જામનગર શહેરના સેન્ટ્રલ ઝોન સાત રસ્તા અને હાપા તથા સીટી-1 સબડિવિઝનના નવાગામ ઘેડ ભીમવાસ, ડ્રિમ સીટી, યાદવ નગર, ભકિતનગર, હાપા કોલોની, વિભાપર રોડ જેવા વિસ્તારોમાં 36 ટીમોએ, 3 પોલીસ અને 11 એસઆરપી જવાન અને 4 વિડિયોગ્રાફરો સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતાં ચેકિંગ દરમ્યાન 82 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 26.15 લાખના બીલો ફટકાર્યા હતાં.