ભારતનું જળહળ એટલેકે ઇન્ડોયન સ્કીમર પક્ષી કે જેની સંખ્યા 2500 થી 3000 જેટલી હોવાનું મનાય છે. આ લુપ્ત થવાની કતાર પર રહેલ પક્ષી મુખ્યત્વે મધ્યપ્રદેશની ચંબલ નદીના રેતાળ પ્રદેશ અને જામનગરના અમુક જળાશયોમાં જોવા મળે છે.આ પક્ષીઓના સંવર્ધન અને સંરક્ષણ માટેની ભારતની અગ્રણી સંસ્થા બોમ્બે નેચર હિસ્ટરી સોસાયટી દ્વારા તા. 1 અને ર જાન્યુઆરી 2022 ના રોજ સમગ્ર એશીયા અને ખાસ કરી ને ભારત તથા પડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ચાઇના, કમ્બોડીયા, વિયેતનામ, મ્યાનમાર ખાતે નાના-મોટા પ્રમાણમાં જોવા મળતા જળહળની ગણતરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. જામનગરમાં પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં 120 જેટલી સ્કીમર જોવા મળી હતી. આ ગણતરીમાં જામનગરના વાઈલ્ડ લાઇક ફોટોગ્રાફરો અને પક્ષીવિદ યશોધન ભાટીયા, વિશ્ર્વાસ ઠકકર, આશીષ પાણખાણીયા, અંકુર ગોહીલ, ફિરોઝખાન પઠાણ, હિરેન ખંભાયતા વિગેરે જોડાયા હતા. આ ગણતરી દરમ્યાન બી.એ, એચ.એસ.દ્વારા આ પક્ષીને લગાડવામાં આવતા ટેગવાળા પક્ષી અને કુડ સાથે પણ આ પક્ષીઓ જોવા મળ્યા હતાં. આ ગણતરી બે દિવસ ચાલશે અને તેનો ડેટા ઓનલાઇન સોસાયટીને મોકલવામાં આવી રહયો છે.