નવા વર્ષની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. માતા વૈષ્ણોદેવીના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. આ તમામ ભક્તો નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય લોકોએ આ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. મૃતકના નજીકના સંબંધીઓને વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના લગભગ સવારે 2:45 વાગ્યે બની હતી અને પ્રારંભિક અહેવાલો મુજબ એક દલીલ થઈ હતી જેના પરિણામે લોકોએ એકબીજાને ધક્કો માર્યો હતો અને પછી ભાગદોડ મચી ગઈ હતી.
Exclusive Visuals from Katra
12 dead and many injured in the stampede at Mata Vaishno Devi Bhawan#Katra #Vaishnodevi pic.twitter.com/txdhETNLEE— Sheikh Sabir (Kashmir Crown) (@sheikhsabirr) January 1, 2022
કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતર આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.
આ દુર્ઘટના બાદ અધિકારીઓએ થોડા કલાકો માટે યાત્રા સ્થગિત કરી દીધી હતી પરંતુ શનિવારે સવારે 8:00 વાગ્યાથી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે અને ફરી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.