Monday, December 23, 2024
Homeરાજ્યવીજચોરી અંગે ઉતારેલ વીજમીટર લેબોરેટરીમાં નહીં મોકલવા માટે લાંચ લેવા સબબ ગુનો...

વીજચોરી અંગે ઉતારેલ વીજમીટર લેબોરેટરીમાં નહીં મોકલવા માટે લાંચ લેવા સબબ ગુનો નોંધાયો

આજી-2 પેટા વિભાગીય કચેરીના તત્કાલિન જુનિયર એન્જીનિયર વિરૂધ્ધ ગુનો

- Advertisement -

આજી-2 પેટા વિભાગીય કચેરીના તત્કાલિન જૂનિયર એન્જીનિયર (પીજીવીસીએલ) હાલ આટકોટ પીજીવીસીએલ સબ ડીવીઝન કચેરીના પંકજ રતીલાલ ખુંટ દ્વારા વીજમીટર લેબોરેટરીમાં નહીં મોકલવા માટે લાંચ લેવા અંગે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાજકોટના ગાંધી સ્મૃતિ સુચિત સોસાયટીના રહેણાંક મકાનના મૂળ માલિકના નામના વીજ મીટર વીજચોરી અંગે ઉતારવામાં આવ્યાં હતાં. જેની લેબોરેટરી ચકાસણી અર્થે હાજર રહેવા અરજદાર વિજ ગ્રાહકના પ્રતિનિધિને ત્રણ મુદ્ત આપવામાં આવી હતી. જેમાં પ્રથમ બે મુદ્તમાં હાજર ન રહ્યા બાદ છેલ્લી મુદ્તે તેઓ હાજર હોવા છતાં આરોપી પંકજ ખુંટએ આ વીજમીટરની લેબોરેટરી ખાતે નિયમોનુસાર ચકાસણી નહીં કરાવી આ વીજમીટર લેબોરેટરીમાં નહીં મોકલવાનો અવેજપેટે તા.28/9/2018 ના રોજ 20 હજાર રૂપિયાની લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી. જેમાં રકઝકના અંતે રૂા.15 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. જેની અરજદાર દ્વારા પૂરાવા સાથે એસીબીને અરજી કરતાં પ્રાથમિક તપાસના અંતે આરોપી પંકજ રતિલાલ ખુંટ (તત્કાલિન જુનિયર એન્જીનિયર વર્ગ-2) પીજીવીસીએલ આજી 2 પેટા વિભાગીય કચેરી હાલ આટકોટ પીજીવીસીએલ સબ ડીવીઝન કચેરી વિરૂધ્ધ રાજકોટ એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સામે 1988 ની કલમ 7 (એ) તથા 13 (2) મુજબ લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular