પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા દેવાભાઈ પરબતભાઈ કોડિયાતર નામના 26 વર્ષના યુવાન અમુલ દૂધનું વાહન લઈને કુતિયાણાથી જામનગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે ભાણવડથી આશરે દસેક કિલોમીટર દૂર કપૂરડી નેસ પાસેથી પસાર થતાં તેમનું વાહન અકસ્માતે રસ્તાની એક તરફ ઉતરી, એક ઝાડ સાથે ટકરાઈ જતાં સર્જાયેલા આ અકસ્માતમાં દેવાભાઈ પરબતભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભીખાભાઈ પરબતભાઈ કોડિયાતર દ્વારા ભાણવડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


