Friday, January 3, 2025
Homeરાજ્યહાલારહાલારમાં સતત પાંચમાં દિવસે પીજીવીસીએલનું ચેકિંગ

હાલારમાં સતત પાંચમાં દિવસે પીજીવીસીએલનું ચેકિંગ

પાંચમાં દિવસે ખંભાળિયા અને સલાયામાં 34 ટીમો ત્રાટકી: ત્રણ દિવસ જામનગર જિલ્લામાં ચેકીંગ : બે દિવસથી દ્વારકા જિલ્લામાં કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ત્રણ દિવસ ચેકીંગ કામગીરી બાદ બે દિવસથી દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગ્રામ્ય, ભાણવડ સબ ડીવીઝનના વિસ્તારોમાં 34 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર અને રાજકોટ પીજીવીસીએલની ટીમો દ્વારા હાલારમાં છેલ્લાં પાંચ દિવસથી સતત વીજચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચેકીંગ કામગીરીમાં આજે પાંચમાં દિવસે પીજીવીસીએલની 34 ટુકડીઓ 23 પોલીસ અને 11 એસઆરપી તથા 3 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે ખંભાળિયા અને સલાયા પંથકના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ આ પુર્વે ગુરૂવારે કલ્યાણપુર અને ભાટિયા પંથકના વિસ્તારોમાં 31 ટીમો દ્વારા ચેકીંગ દરમિયાન 506 જોડાણો તપાસતા તે પૈકીના 88 માં ગેરરીતિ ઝડપાતા રૂા.23.20 લાખના બીલો ફટકાર્યા હતાં. જ્યારે બુધવારે 26 ટીમો દ્વારા જામનગર શહેરના રણજીતસાગર રોડ, ઢીચડા, દરેડ અને નગરસીમ વિસ્તારોને ચેકીંગ દરમિયાન 360 જોડાણો તપાસતા 67માંથી ગેરરીતિ ઝડપાતા 19.45 લાખના બિલો ફટકાર્યા હતાં. જયારે મંગળવારે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર અને નગરસીમના વિસ્તારોમાં 29 ટીમો દ્વારા ચેકીંગ કામગીરી અંતર્ગત 389 જોડાણો તપાસવામાં આવ્યાં હતાં. તે પૈકીના 76 માંથી ગેરરીતિ ઝડપાતા રૂા.13.70 લાખના બિલો ફટકારવામાં આવ્યાં હતાં.

આશ્ચર્યજનક બાબત એ છે કે, છેલ્લાં ઘણાં સમયથી જામનગર અને દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલીની ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર અમુક નકકી કરાયેલા વિસ્તારોમાં જ કરવામાં આવે છે. ખરેખર જ્યાં ચોરી વધુ થતી હોય છે તેવા વિસ્તારોમાં તો પીજીવીસીએલની ટીમો જઈ શકતી જ નથી અને આવા અનેક વિસ્તારોમા ચેકીંગ કામગીરી થતી જ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular