સોશિયલ મીડિયામાં એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોતાના કેરટેકર (રખેવાળ)ને જોઈને હાથીનું એક ટોળું દોડી જાય છે. ટ્વીટ કરવામાં આવેલા આ વિડીઓના કેપ્શન પ્રમાણે હાથીનું આ ટોળું તેમના કેરટેકરને 14 મહિનાથી મળ્યું ન હતું. અને તેને જોઈને ટોળું પાણી વચ્ચે ચાલીને ત્યાં પહોચી જાય છે. અને હાથીના રખેવાળ હાથીની સુંઢમાં હાથ ફેરવવા લાગે છે. મનુષ્ય અને પ્રાણી વચ્ચેના પ્રેમનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#viralvideo #SocialMedia
14 મહિના બાદ હાથીઓનું ટોળું રખેવાળને જોઈ વ્હાલ કરવા દોડ્યું… જુઓ હૃદય સ્પર્શી VIDEOfor more details visit our website https://t.co/jxHjz1fmvq pic.twitter.com/CiFYOkbtbJ
— Khabar Gujarat (@khabargujarat) December 30, 2021
માણસ અને પ્રાણીઓ વચ્ચેના ખાસ બોન્ડને દર્શાવતી 1 મિનીટના આ વિડીઓ થાઈલેન્ડનો હોવાનું માનવાના આવી રહ્યું છે.