જામગનર શહેર તથા ધ્રોલમાંથી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ રૂા.1,50,400 ની કિંમતની 376 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તથા મોબાઇલ ફોન અને વાહનો મળી કુલ રૂા.4,96,900 ના મુદ્દામાલ સાથે જામનગર એલસીબી પોલીસે પાંચ શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિતગ મુજબ, ધ્રોલ ટાઉનમાં બસ સ્ટેન્ડ પાસેથી પાર્થભાઈ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટીયાર (રહે. દિગ્વીજપ્લોટ 61, જામનગર) તથા પ્રફુલ્લભાઇ ઉર્ફે પાગો ખજુરિયાભાઈ ભદ્રા (રહે.દિગ્વીજય પ્લોટ 54 જામનગર) ના કબ્જાની સ્વીફટ કારમાંથી રૂા.1,29,200 ની કિંમતની 323 નંગ ઈંગ્લી દારૂ તથા ત્રણ નંગ મોબાઈલ ફોન અને સ્વીફટ કાર મળી કુલ રૂા.4,35,200 નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દારૂ સપ્લાય કરનાર તથા પાયલોટીંગ કરનાર મનોજભાઈ (રહે. લાકડિયા કચ્છ) તથા વિમલભાઈ ઉર્ફે ડોડાળો સીધી રહે. ભોયવાડો જામનગરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ કોલોની પાસેથી બિપીનભાઈ કારાભાઈ મુછડિયા રહે. આવાસ કોલોની જામનગરના કબ્જાના એકટીવામાંથી રૂા.10800 ની કિંમતની 27 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો તથા મોબાઇલ ફોન અને એકટીવા મળી કુલ રૂા.46,300 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ત્રીજા દરોડામાં જામનગર શહેરમાં ગોકુલનગર શેરીનં.4 માં રહેતાં આરોપી કેયરભાઈ ઉર્ફે કૈલો ગીરીશભાઈ ડોબરીયાના મકાનમાંથી 4400 ની કિંમતની 11 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂા.9400 નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથા દરોડામાં જામનગર શહેરમાં હવાઈ ચોક ભાનુશાળી વાડમાં રહેતાં અજયભાઈ ઉર્ફે લાલો ભરતભાઈ કનખરાના કબ્જાના મકાનમાંથી રૂા. 6000 ની કિંમતની 15 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી એલસીબીના પીઆઈ એસ. એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, એ.બી. જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચિયા, સુરેશભાઈ માલકિયા તથા ધર્મેેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.