Saturday, December 6, 2025
HomeવિડિઓViral Videoરસ્તા ઉપર સિંહોની લટારનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

રસ્તા ઉપર સિંહોની લટારનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

ગુજરાતમાં અવાર નવાર જુનાગઢ અને અમરેલી વિસ્તારમાં સિંહોના વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. અમરેલીમાં આજે રસ્તા ઉપર બે સિંહો લટાર મારી રહ્યા હોવાનો વિડીઓ સામે આવ્યો છે. અમરેલી-ધારીગીર પૂર્વના તુલસીશ્યામ માર્ગ પર સિંહો રસ્તા પર જોવા મળતા વાહનચાલકોએ ઉભા રહેવું પડ્યું હતું.  અને એક કારચાલકે જંગલના રાજાના આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

- Advertisement -

થોડાક દિવસ પહેલા અમરેલીના બગસરાના હુડલમાં 4 સિંહોનુ ટોળું ખાટલામાં બેસી ગયુ હતુ. આ દુર્લભ ઘટના કેમેરામાં કેદ થઈ હતી ત્યાર બાદ આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular