આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત કાર્યક્રમ હેઠળ દરેક ખાતે સાયકલોથોન-2021નું સાંસદ પૂનમબેન માડમએ ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત જામનગર દ્વરારા ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત ચળવળ વિશે જનજાગૃતિ લાવવા સાયકલોથોન-2021નું આયોજન થયું હતું. સાયકલ ચાલન થકી બિનચેપી રોગથી મુક્તિ મેળવવા શારીરિક શ્રમ કરવાથી ‘હેપ્પી હોર્મોન્સ’ ઉત્પન્ન થાય છે. સાયકલીંગ ફીટ અને સ્વસ્થ રહેવાની કસરતની શ્રેષ્ઠ પધ્ધતિ છે.
સાયકલીંગથી શરીર ચુસ્ત અને તંદુરસ્ત બને છે. લોકસમુદાયમાં ફિટનેશ સંબંધી મહત્તમ જાગૃતિ હાંસલ કરવાના ઉદેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે અને નિરામય ગુજરાતની ઝુંબેશ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-દરેડ ખાતે જામનગર જિલ્લા કક્ષાના યોજાયેલ સાયકલોથોન-2021 કાર્યક્રમનું ઉદ્ઘાટન જામનગર સાંસદ પૂનમબેન માડમના હસ્તે ફલેગ ઓફ ધી કરાયું હતું.
સાંસદએ સાયકલ ચલન થકી બિનચેપી રોગોથી મુક્તિ મેળવવા અને શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ સાયકલોથોન રેલીમાં ઉં.વ. 30 થી 70 સુધીની વયજૂથના વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ અને ગામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.