જામનગરમાં આજરોજ બેક ટુ બચપન કાર્યક્રમ યોજાયો હતો. રોટરી કલબ ઓફ જામનગર દ્વારા ઈન્ટરેકટક્લબ અને કિડ્સ ફન કલબના સહયોગ થી બેક ટુ બચપન ધમાલ ગલી કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. જેમાં બાળકો થી લઇ મોટેરાઓ એ બાળપણ ની રમતોની મજા માણી હતી.
આજની આ 21મી સદીમાં બાળકો મોબાઈલની રમતોમાં જ ખોવાયેલા જોવા મળતા હોય છે. મોબાઈલની બહારની મેદાનની રમતો રમતા બાળકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે રોટરી કલબ ઓફ જામનગરના આ અનોખા પ્રયાસ થી બાળકો ની સાથે મોટેરાઓ પણ જૂની પરંપરાગત રમતો રમ્યા હતા. જેમાં ઠેરી, ભમરડો, નારગોલ, દોરડા કૂદ, ખો-ખો, આંધળો પાડો, ટાયર રેસ, કોથળા દોડ, ત્રીપગી દોડ સહિતની બાળપણની રમતો નો લોકો એ આનંદ માણ્યો હતો. જામનગરમાં ડી.સી.સી. હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ બેક ટુ બચપન ધમાલ ગલી કાર્યક્રમ માં રોટરી કલબ ઓફ જામનગરના પ્રેસિડેન્ટ લલિત જોશી, ધૈર્ય રાઠોડ, મૌસમી કનખરા, હિતેષ ચંદરિયા, મંત્ર ઝવેરી, અંકિત ગોકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.