જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં એક ભયાનક દુર્ઘટના સર્જાણી છે. જેમાં એક THAR ગાડી હિમવર્ષાની વચ્ચે બરફમાં ઢંકાયેલા રસ્તા વચ્ચેથી પસાર થતી વખતે ટર્ન લે છે અને અચાનક અનિયંત્રિત થઈ ગાડી બરફમાં લપસીને સીધી ખીણમાં ખાબકે છે. આ ઘટનાનો ભયાનક વિડીઓ સામે આવ્યો છે.
#jammukashmir #Gulmarg #news #Video #Khabargujarat
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાની વચ્ચે કાર ટર્ન લેતી વખતે સીધી ખીણમાં ખાબકી
કારમાં સવાર બન્ને લોકો કૂદી જતાં તેમના જીવ બચી ગયા pic.twitter.com/RjeSTm1jSs
— Khabar Gujarat (@khabargujarat) December 25, 2021
હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પરની આ ભયાનક ઘટનાના દ્રશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેમેરામાં કેદ થયા છે. ખીણમાં પડેલી ગાડીમાં સવાર બે વ્યક્તિઓ કુદી જતા બન્નેના જીવ બચી ગયા છે.