Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા દર્શન હવે ડબલ ડેકર બસની સુવિધા દ્વારા, જુઓ અત્યાધુનિક બસનો વિડીઓ

દ્વારકા દર્શન હવે ડબલ ડેકર બસની સુવિધા દ્વારા, જુઓ અત્યાધુનિક બસનો વિડીઓ

બર્થડે સેલિબ્રેશનની પણ બસમાં વ્યવસ્થા : પ્રવાસીઓને ભડકેશ્વર મંદિર, નાગેશ્વર જયોર્તિલીંગ, મોમાઇ બીચ, અને શીવરાજપુરબીચનો પ્રવાસ કરાવવામાં આવશે

- Advertisement -

દ્રારકા ફરવા જનાર સહેલાણીઓ માટે ખુશીના સમાચાર છે. નાતાલના મિની વેકેશનથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા સહિલાણીઓને ડબલડેકર બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -

દ્વારકામાં સહેલાણીઓ માટે ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ડબલ ડેકર બસની સુવિધા શરુ કરવામાં આવી છે. બસના રૂટની વાત કરવામાં આવે તો સવારે 8 કલાકે બસ ગોમતીઘાટના કીર્તિ સ્તંભ પાસેથી ઉપડશે ત્યારબાદ પ્રવાસીઓને ભડકેશ્વર મંદિર, નાગેશ્વર જયોર્તિલીંગ, મોમાઇ બીચ, અમેઝિંગ ફન વર્લ્ડ જશે. અને ત્યાં લંચ માટે 2 કલાકનું રોકાણ કરવામાં આવશે. બાદમાં શિવરાજપુર બીચ અને સાંજે રુક્ષ્મણી મંદિર જઇને સાંજે 7વાગ્યે બસ દ્વારકા પરત ફરશે. આ ઉપરાંત લગ્નપ્રસંગ અને બર્થડે નિમિતે લોન્ગ ડ્રાઈવની ઉજવણીની વ્યવસ્થા કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં રાજ્યની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરાઇ હતી. જેમાં એક મહત્ત્વની જાહેરાત એવી પણ કરવામાં આવી હતી કે, તાજેતરમાં જેને બ્લુ ફ્લેગ મળ્યો છે તેવા દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ આકર્ષિત થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગોવાની જેમ પર્યટકો ગુજરાતના શિવરાજપુર બીચ ખાતે આવે તેવા પ્રયાસો હાથ ધરાશે. ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પ્રવાસન નીતિ પાંચ વર્ષ સુધી અમલી રહેશે.

- Advertisement -

અંતે ઉલ્લેખનીય છે કે નાતાલના મિની વેકેશનના પગલે દ્વારકામાં મોટા ભાગની હોટલોમાં 70 ટકા જેવું બુકિંગ પૂર્ણ થયું છે. અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટવાની શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular