કવિહૃદય ભારત રત્ન અને દેશની રાજનીતિમાં વિકાસનો પાયો સ્થાપિત કરનાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બીહારી બાજપાઇજીના જન્મદિનનને સુશાષન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 25 ડિસેમ્બરના આ પાવન દિને જામનગર જિલ્લા ભાજપા દ્વારા દરેક તાલુકા તથા શહેરી મંડલોમાં ગામેગામ શ્રધ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઇ મુંગરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ માટે જિલ્લાના ઈન્ચાર્જ તરીકે નાથાભાઈ વારસાકિયા, સુધાબેન વીરડિયા તથા ભવાનભાઈ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે.
આ ઉપરાંત તમામ શકિત કેન્દ્રોમાં આ કાર્યક્રમ માટે ઈન્ચાર્જ નિમાયેલ છે. તેમજ કયા સ્થાને કોણ વકતા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે પણ સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુશાસન દિવસ નિમિત્તે અટલજીના જીવન કવનની યાદગારી તથા શ્રધ્ધાંજલિ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકઉપયોગી યોજનાઓની વિશેષ માહિતી આપવામાં આવશે તેમ જિલ્લા મીડિયા સેલના ઈન્ચાર્જ નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.