Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન અંગે છ શખ્સો સામે કાર્યવાહી

દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ વહન અંગે છ શખ્સો સામે કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અંગે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એસઓજી પીઆઈ તથા સ્ટાફ દ્વારા જરૂરી હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત તા. 21 મીના રોજ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ પોલીસ દ્વારા વિજય સરઘસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા એ પરિસ્થિતિ જાળવવા અંગેની કામગીરી કરવામાં આવી રહી હતી તે અંતર્ગત કલ્યાણપુર ખાતે એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગીયાને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર ખનીજની હેરફેર અંગે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જેમાં એસઓજી સ્ટાફ દ્વારા મેવાસા ગામના કોઠારીયા વિસ્તારમાં અમુક શખ્સો ગેરકાયદેસર રીતે ખનીજ (બોક્સાઈટ)નું ખનન કરીને રોયલ્ટી પાસ વગર ટ્રકમાં ભરીને વહન કરતા આ અંગેની કાર્યવાહીમાં મેવાસા ગામના કોઠારીયા વિસ્તારમાંથી ખનીજ ભરી અને લીમડી થી ખંભાળિયા તરફ જઈ રહેલા જીજે-10-ઝેડ-6522 ટ્રકને અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા નજીક સલાયા ચોકડી પાસેથી પસાર થતા આ ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. જેમાં પૂછપરછ દરમિયાન ટ્રકમાં ભરીને લઇ જવાતા આશરે 23 ટન જેટલા બોકસાઈટ સાથેના ટ્રકના ચાલક કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા દેવજીભાઈ જેઠાભાઈ પુનાભાઈ ધોરીયા (ઉ.વ. 30, ધંધો. ડ્રાઈવિંગ) ને ઝડપી લઈ વધુ પૂછપરછ કરતાં મેવાસા ગામનો પરબત ઉર્ફે ટીપ ગાધેર, હાર્દિક ભીમશી ગાધેર અને લખમણ ધના વરવારીયા તથા ભાડથર ગામનો વિરા મૂરૂ ચાવડાએ ગેરકાયદેસર રીતે કોઈ પાસ-પરવાના, લીઝ વગર કે મંજૂરી વગર ખોદકામ કરી, ખનીજનું ખનન કરી 750 ટન જેટલા બોક્સાઈટનો જથ્થો કાઢીને પોતાના અંગત ફાયદા માટે રોયલ મીનરલ્સ નામની એક પેઢીને વેચાણ કર્યું હતું. જે માટે મેવાસા ગામનો રામશી ઉર્ફે રમેશ દેશુરભાઈ ચાવડાએ પોતાના અંગત ફાયદા માટે મહેતાજી તરીકે કામ કરતા રોહીત રમણીકલાલ રાજ્યગુરૂ મારફતે ટ્રકમાં રોયલ્ટી- પાસ વગર બોકસાઈટ ભરાવડાવી, પરીવહન કરાવીને રોયલ મીનરલ્સ વાળા મિનેશભાઈ પટેલે પોતાના અંગત ફાયદા માટે ગેર કાયદેસર રીતેના બોક્સાઈટની ખરીદી કરી હોવાનું જાહેર થયું છે.

આ ઉપરાંત તાજેતરમાં પેટ્રોલીંગ દરમ્યાન એએસઆઈ હરપાલસિંહ જાડેજાની બાતમીના આધારે પોતાના અંગત ફાયદા માટે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ પાસેથી હાઈવા ડમ્પર જીજે-37-ટી-9104માં ભરેલ ખનીજ(મોરમ) સાથે ભાટિયા ખાતે રહેતા ચાલક ડ્રાઈવર ધના ખીમા સાદીયાને ગેરકાયદેસર રીતે પંદર ટન ખનીજ(મોરમ) સાથે ઝડપી લઈ, કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કામગીરી અંગે આગળની કાર્યવાહી અર્થે જિલ્લા ખાણ-ખનીજ વિભાગને અહેવાલ સોંપવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular