દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની 29 ગ્રામ પંચાયત, ખંભાળિયાની 66 ગ્રામ પંચાયત, ઓખા મંડળની 12 ગ્રામ પંચાયતની ચૂંટણી તા. 19ના મતદાન યોજાયા બાદ તાલુકા મથકોએ મત ગણતરીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ગણતરી દરમિયાન મોડીરાત્રી સુધી ઉમેદવારોના સમર્થકો ગણતરી કેન્દ્રો પર ઉપસ્થિત રહ્યાં હતાં. વિજેતા જાહેર કરવામાં આવેલા સરપંચોનું વાજતે-ગાજતે અભિવાદન કરવામાં આવ્યું હતું.