Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરના એસપી દિપન ભદ્રનને ડીઆઇજીનું પ્રમોશન

જામનગરના એસપી દિપન ભદ્રનને ડીઆઇજીનું પ્રમોશન

ગુજરાત ATSમાં અપાઇ નિમણુંક : ASP નિતેશ પાંડેયને અપાયો SPનો ચાર્જ : દેવભૂમિ દ્વારકામાં નિધી ઠાકુરની ASP તરીકે નિમણુંક

- Advertisement -

રાજય સરકાર દ્વારા રાજયના 8 એસપી કક્ષાના અધિકારીઓને ડીઆઇજીનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં જામનગરના એસપી દિપન ભદ્રનનો પણ સમાવેશ થાય છે. તેમને ડીઆઇજીનું પ્રમોશન આપી ગુજરાત એટીએસમાં નિમણુંક આપવામાં આવી છે. હાલ જામનગરના એસપી તરીકેનો ચાર્જ એએસપી નિતેશ પાંડેયને આપવામાં આવ્યો છે.
બીજી તરફ દ્વારકા જિલ્લામાં એએસપી તરીકે નિધી ઠાકુરને નિમણુંક આપવામાં આવી છે.

- Advertisement -

રાજય સરકાર દ્વારા ગઇકાલે 8 એસપી કક્ષાના અધિકારીઓ ડીઆઇજીનું પ્રમોશન આપતાં હુકમો કરવામાં આવ્યા હતા.

આ 8 એસપીમાં જામનગરના એસપી દિપન ભદ્રનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગરમાં ભૂ માફિયાઓ સામે આકરી કાર્યવાહી કરી મોટા માથાઓને ગુજસીટોક અંતર્ગત જેલ ભેગા કરનાર એસપી ભદ્રનને તેની કામગીરીનો પુરસ્કાર મળ્યો હોય તેમ રાજય સરકારે તેમને પ્રમોશન આપ્યું છે. હવે તેઓ ફરી એક વખત ગુજરાત એટીએસમાં ફરજ બજાવશે. અગાઉ પણ તેઓ એટીએસમાં ખૂબ સારી કામગીરી કરી ચૂકયા છે. જામનગર એસપીનું પદ ખાલી થતાં હાલ કોઇ નવી નિમણૂંક આપવામાં આવી નથી. પરંતુ એએસપી નિતેશ પાંડેયને એસપીનો ચાર્જ સોંપવામાં આવ્ય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એએસપી તરીકે નિધી ઠાકુરને નિમણૂંક આપવામાં આવી છે. તેઓ પ્રોબેશન આઇપીએસ તરીકે ફરજ બજાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular