જામનગર શહેર નજીક મોરકંડા રોડ પર જૂની માથાકૂટનો ખાર રાખી ચાર શખ્સોએ પિતા-પુત્ર ઉપર લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલી અલસફાપાર્ક સોસાયટીમાં રહેતાં જુબેરખાખી નામના યુવાનને અગાઉ હાજી અયુબ ખફી સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી બુધવારે મધ્યરાત્રિના સમયે જુબેર અજીઝ ખાખી નામના યુવાન અને તેના પુત્ર રેહાનને હાજી અયુબ ખફી, અયુબ ખફી, અકીબ ખફી તથા નુમાન ગોરી સહિતના ચાર શખ્સોએ આંતરીને રેહાનને ફડાકા મારી લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો તેમજ રેહાનના પિતા કુબેર ઉપર પણ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણન આધારે પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.