જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં યુવાનને તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગરના શંકટરેકરી વિસ્તારમાં રહેતાં મહિલા તેણીના ઘરે બેશુધ્ધ થઈ જતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં રાહુલ પ્રવિણભાઈ વાઘેલા (ઉ.વ.25) નામના યુવાનને ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું બુધવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા પ્રવિણભાઇ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં વિજયાબેન તુલસીભાઈ સોલંકી (ઉ.વ.35) નામના મહિલા બુધવારે રાત્રિના સમયે તેના ઘરે બેશુધ્ધ થઈ જતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ તુલસીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.