Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારીની ફરજમાં રૂકાવટ

જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારીની ફરજમાં રૂકાવટ

સત્યમ કોલોની અંડરબ્રિજ પાસે ડિમોલીશન સમયે માથાકુટ : ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ જામ્યુકો દ્વારા કાર્યવાહી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં સત્યમ કોલોની અંડર બ્રીજ નજીકના વિસ્તારમાં ડિમોલીશન કરવા ગયેલ મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી સહિતના સ્ટાફ સાથે એક શખ્સે બોલાચાલી કરી અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ જામનગર શહેરમાં સત્યમ કોલોની વિસ્તારમાં અંડરબ્રિજ પાસે આવેલા પાવન ટેર્નામેન્ટમાં પ્લોટ નં. 13/5 માં રહેતાં વિવેક રમેશ ટાંક નામના શખ્સના મકાનનું ડિમોલીશેન કરવા માટે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નિતીન દિક્ષીત સહિતની ટીમ બુધવારે બપરના સમયે ડિમોલીશન કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન વિવેકને સમજાવવા જતાં વિવેકે ઉશ્કેરાયને એસ્ટેટ અધિકારી તથા સ્ટાફને અપશબ્દો બોલી જાહેરમાં ‘બધાને જોઇ લઇશ’ તેમ કહી અધિકારી અને કર્મચારીઓને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે એસ્ટેટ અધિકારી દ્વારા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે વિવેક રમેશ ટાંક વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular