જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં ઇતિહાસ રચાયો છે. હડિયાણા ગ્રામ પંચાયતની સામાન્ય સ્વરાજ્ય સરપંચ-2021ની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં.
હડિયાણા ગામના સરપંચ જયસુખભાઈ પરમાર(1418) મત મળ્યા હતાં. તેમના હરીફ ઉમેદવાર નાગજીભાઈ નંદાસણા (1418) મતો મળ્યાની વચ્ચે સૌ પ્રથમ વખત ચૂંટણીમાં બંને ઉમેદવારને એક સરખા મત મળેલ છે. એટલે બંને વચ્ચે ટાય થયેલ હોવાથી બંનેના નામની ચિઠ્ઠી નાખવામાં આવી હતી. જેમાં એક બાળાના હસ્તે ચિઠ્ઠી ઉપડાવી હતી. જેમાં નામ જયસુખભાઈને ચૂંટણી અધિકારી દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. તેમની પેનલના 4 સભ્યો જયસુખભાઈ આર. પરમાર, કુસુમબેન જે. પરમાર, તરશીભાઈ પી. સોનગરા, પારૂલબેન પી. કગથરા અને હરીફ ઉમેદવારની પેનલના 6 સભ્યો કુલસુમબેન એસ. હાકડા, દિનેશભાઈ પી. કાલાવડિયા, મજુંલાબેન બી. કાનાણી, અરુણાબેન એન. કાનાણી, ધીરજલાલ જે. મકવાણા, મચ્છરભાઈ રૂખાભાઈ જૂથરની જીત જાહેર થઇ હતી અને જયસુખભાઈ આર. પરમાર અને તેમની પેનલના સભ્યો દ્વારા ગામના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.