Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના એડવોકેટની ચકચારી હત્યાના આરોપીની જામીન અરજી રદ્દ

જામનગરના એડવોકેટની ચકચારી હત્યાના આરોપીની જામીન અરજી રદ્દ

વર્ષ 2018 માં સરાજાહેર હત્યા: બનાવટી પાસપોર્ટ ઉપર પાંચ દેશની યાત્રા કરનાર શખ્સની અરજી ફગાવી

- Advertisement -

જામનગરમાં વર્ષ 2018 માં ટાઉનહોલ નજીક એડવોકેટની થયેલી હત્યાના અતિ ચર્ચાસ્પદ કેસમાં ગત માર્ચ માસમાં બંગાળમાંથી ઝડપાયેલા આરોપીઓ પૈકીના એક આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે રદ્દ કરી છે.

- Advertisement -

આ ચકચારી કેસની વિગત મુજબ જામનગરમાં 100 કરોડની જમીનના કૌભાંડ કેસમાં ફરિયાદીના વકીલ કિરીટ જોશીની તા.28 એપ્રિલ 2018 ના રોજ તેની ઓફિસના બીલ્ડીંગ નીચે સરાજાહેર છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવ્યા બાદ તેના એડવોકેટ ભાઈ અશોકભાઇ જોશી દ્વારા ભુમાફિયા જયેશ પટેલ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેથી પોલીસે પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આબુમાંથી ઝડપાયેલા એક આરોપીની કબુલાતમાં એડવોકેટની હત્યા માટે ત્રણ કરોડની સોપારી અપાઈ હોવાની વિગતો પરથી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ આરંભી હતી. પરંતુ આ કેસના ફરારી આરોપીઓ જયંત ચારણ, દિલીપ પુજારા, હાર્દિક પુજારાને જામનગર ક્રાઈમ બ્રાન્ચની ટીમે માર્ચ 2021 માં કોલકતાથી ધરપકડ કરી રિમાન્ડ બાદ આરોપીઓ જેલ હવાલે કરાયા હતાં. આ આરોપીઓ પૈકીના દિલીપ પુજારાએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સુનાવણીમાં આ ચકચારી કેસના ખાસ સરકારી વકીલ રાજકોટના અનિલભાઈ દેસાઇએ અદાલતમાં અરજદાર આરોપીઓની ભુમિકા ચાર્જશીટમાં દર્શાવાઈ હોવાનું જણાવી તેની સામે પ્રથમ દર્શનીય કેસ હોવાની રજુઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત અરજદાર આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાની તેમજ ફરાર હોવાના સમય દરમિયાન આરોપી ડુપ્લીકેટ પાસપોર્ટ પર પાંચ દેશમાં વિદેશ યાત્રા પણ કરી આવ્યાની રજૂઆત સાથે જામીન અરજી રદ્દ કરવાની માંગણી કરી હતી. જે બાદ અદાલતે બન્ને પક્ષોની દલીલો પુર્ણ થયા બાદ આરોપીની જામીન અરજી રદ્દ કરતો હુકમ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular