Monday, December 23, 2024
Homeરાજ્યઆરંભડાની યુવતીને મરી જવા મજબૂર કરનારા શખ્સની ધરપકડ

આરંભડાની યુવતીને મરી જવા મજબૂર કરનારા શખ્સની ધરપકડ

- Advertisement -
ઓખામંડળના મીઠાપુર તાબેના આરંભડા ખાતે રહેતી શીતલબેન નામની આશરે 20 વર્ષની અનુસૂચિત જાતિની યુવતી સાથે રિલેશનશિપ કેળવી અને મૂળ કોડીનારના અને હાલ આરંભડા ખાતે રહેતા ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઈ ચુડાસમા નામના શખ્સ દ્વારા આ સંબંધની કોઈને જાણ ન કરવા અંગેની ધમકી આપવા ઉપરાંત તેણીને જ્ઞાતિ પ્રત્યે અશોભનીય શબ્દો કહી અને તેણીના ભાઈને મારી નાખવાની તથા બદનામ કરવાની ધમકી આપવામાં આવતા આ શખ્સના વધતા જતા માનસિક ત્રાસથી કંટાળીને ગત તારીખ 8 ના રોજ તેણીએ પોતાના ઘરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જેથી તેણીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તેણીએ પોલીસ સમક્ષ મરણોન્મુખ નિવેદન આપ્યું હતું. બાદમાં તા. 18 ના રોજ તેણીનું મૃત્યુ નિપજતા યુવતીના ભાઈની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસ મથકમાં ગોપાલ ઉર્ફે સુમિત ચુડાસમા સામે આઈ.પી.સી. કલમ 306, 506(2) તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સંદર્ભે તપાસનીસ અધિકારી ડીવાયએસપી સમીર સારડા તથા પી.આઈ. જી.આર. ગઢવી દ્વારા ઉપરોક્ત આરોપીની વિધિવત રીતે ધરપકડ કરી અને દ્વારકાની અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular