ઓખામાં નવી બજાર ખાતે રહેતા દર્શક સુરેશભાઈ સામાણી નામના 30 વર્ષના લોહાણા વેપારી યુવાનની આર.કે. બંદર ખાતે આવેલી શ્રીજી મોબાઈલ નામની દુકાનમાં તારીખ 20ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ ખાતર પાડી, જુદી જુદી કંપનીના રૂપિયા 22 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન તેમજ વિવિધ પ્રકારની એસેસરીઝ મળી કુલ રૂપિયા 25,300ના મુદ્દામાલની ચોરી થવા સબબ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.