જામનગરની મુલાકાતે આવેલા જનરલ મેનેજરને જામનગર રેલવે સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે ઝેડઆરયુસીસીના પૂર્વસભ્ય એ.કે. મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જામનગરમાં સેનાની ત્રણેય પાંખો આવેલ છે. તેમજ બે મોટી કંપનીઓ હોવાના લીધે ટ્રાફિક વધુ રહે છે. આથી એક ટિકિટ બારી વધુ શરૂ કરવા માગણી કરાઇ છે. તેમજ લિફટ પણ બંધ રહે છે. જેથી વૃધ્ધોને તકલીફ પડે છે. આ ઉપરાંત મોંઘી કિંમતનું ટિકિટ વેલ્ડિંગ મશીન પણ બંધ રહે છે અને લોકલ ટિકિટ પણ મળતી નથી. પોરબંદર-રાજકોટ તથા વિરમગામ-ઓખા ટ્રેન પણ હજૂ શરુ થઇ નથી. જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.