સરકારના શ્રમ કાર્ડ યોજનાનો લાભ જામનગરના વોર્ડ 2ના રહેવાસીઓને મળી રહે તે માટે નારી શક્તિ સેવા સેતુ ટ્રસ્ટ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ માં 205 શ્રમ કાર્ડ ઇસ્યુ કરાવામાં આવ્યા હતા.
જામનગરમાં નારી શકિત સેવા સેતુ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નં. 2મા રાંદલનગર કુમાર શાળા ખાતે શ્રમ કાર્ડ કાઢવા માટેનો કેમ્પ રાખવામા આવ્યો હતો. આ કેમ્પમાં આ વિસ્તારમા રહેતા લોકો કાર્ડ કઢાવવા ઉમટ્યા હતા.તેમા 205 શ્રમ કાર્ડ કાઢી આપવામા આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નારી શકિત ગ્રુપના પ્રમુખ પ્રજ્ઞાબા સોઢા, વનિતાબેન દેસાણી, ઉષાબા ચાવડા, વર્ષાબેન રાઠોડ ઉપસ્થિત રહી મદદરૂપ થયા હતા.
આ શ્રમ કાર્ડના કેમ્પની વોર્ડ નં. 2ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, શિક્ષણ સમીતીના સભ્ય પ્રજ્ઞાબા સોઢા, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, વોર્ડ મહામંત્રી સી.એમ જાડેજા, શહેર મહિલા મોરચાના કોષાધ્યક્ષ વર્ષાબેન રાઠોડ, પ્રભાતસિંહ જાડેજા (ભલ્યાભાઇ), હિતેન્દ્રભાઇ ચૌહાણે મુલાકાત લીધી હતી.