દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને રસુલમીયા બુખારીની 24 વર્ષીય પરિણીત પુત્રી રેહાનાબેન ઈરફાન બુખારીને તેણીના નિકાહના આશરે છ માસ પછીથી તેણીના મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે રહેતા પતિ ઈરફાન ઈબ્રાહીમ બુખારી, સસરા ઈબ્રાહીમ ઈશાકમિયાં બુખારી, સાસુ સલમાબેન તથા દેર મોસીન ઈબ્રાહીમ ઉપરાંત ઓખા ખાતે રહેતી નણંદ સાહિસ્તાબેન સાહિલભાઈ બુખારી દ્વારા અવારનવાર મેણાં ટોણા મારી, શારીરિક થતા માનસિક દુ:ખ ત્રાસ આપ્યાની ઉપરાંત દહેજની માંગણી કરી, ઝઘડો કરતા આ અંગે ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ પાંચ સાસરિયાઓ સામે આઈ.પી.સી. કલમ 498 (એ), 323, 504 તથા 114 અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.