Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકા નજીક કારની અડફેટે બાઇક સવારનું કરૂણ મોત

દ્વારકા નજીક કારની અડફેટે બાઇક સવારનું કરૂણ મોત

દ્વારકા નજીકના ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 22 કિલોમીટર દૂર ચરકલા-મુળવાસર હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા ફોર વ્હીલર વાહનના ચાલકે આ માર્ગ પર જી.જે. 10 એ.આર. 2097 નંબરના મોટરસાયકલ ઉપર જઇ રહેલા મુળવાસર ગામના ફોગાભા નાયાભા માણેક નામના એક આસામીના મોટરસાયકલને અડફેટે લીધું હતું.

- Advertisement -

આ ગંભીર ટક્કરમાં ફોગાભા માણેક બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. અકસ્માત સર્જી આરોપી અજાણ્યો કાર ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મુળવાસર ગામના મેરૂભા માલાભા માણેકની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા ફોર વ્હીલર સામે આઈ.પી.સી. કલમ 279, 304(એ) તથા તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular