Saturday, December 6, 2025
Homeરાજ્યVIDEO : ઓખા નજીક નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ પર આગનું છમકલું

VIDEO : ઓખા નજીક નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ પર આગનું છમકલું

વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણ હાથ ધરાયુ છે જેમાં સાંજે આગનું છમકલું થયું હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

ઓખામંડળના ઓખાથી બેટ દ્વારકા વચ્ચે આશરે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવા માટેના અતિ મહત્વના એવા પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હાલ પુરજોશમાં કાર્યરત થઇ રહ્યો છે અને વર્ષ 2023માં સંપન્ન થવાની સંભાવના છે. આ સ્થળે ગઈકાલે રવિવારે ચાર નંબરના એક ટાવર પરના ઉપરના ભાગે કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે આ આગ લાગવાનું કારણ કે આના કારણે જાનમાલની નુકસાની થવા અંગેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ આગનો બનાવ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેટ-દ્વારકામાં પુરાણ પ્રસિદ્ધ અને વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ મંદિર સહિતના અનેક ધર્મ સ્થળો આવેલા છે. અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ તથા મુસાફરોની ભીડ રહે છે, ત્યારે આ સિગ્નેચર બ્રિજ અનેક મુસાફરો તેમજ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular