પોરબંદર શહેરના સિંગરિયા ગામમાં રહેતાં યુવાને ધંધો બરોબર ચાલતો ના હોય આર્થિક સંકળામણથી કંટાળીને ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, પોરબંદર શહેરના સિંગરિયા ગામમાં રહેતાં અને વેપારી કામ કરતા અરજણભાઈ રાજાભાઈ દાશા (ઉ.વ.22) નામના યુવાને રાજકોટમાં નાસ્તાની દુકાન ચાલુ કરી હોય અને ધંધો સરખો ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણના કારણે રવિવારે સવારના સમયે જામનગરમાં સુપરમાર્કેટમાં આવેલ સિદ્ધિ વિનાયક હોટલના ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. જીતેશભાઈ દાશા દ્વારા પોલીસને જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.