હાલમાં દેશભરમાં સ્વચ્છતા સંદર્ભે કરાયેલા સર્વેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા કામગીરીમાં સુધારો કરાતા ક્રમાંકમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો અને પાલિકા દ્વારા સ્વચ્છતા સંદર્ભે કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના મુખ્ય રાજમાર્ગો પર વર્ષોથી રહેલી વણઉકેલી સમસ્યા કે જેમાં રખડતા અબોલ પશુઓ માર્ગ પર અડીંગો જમાવીને બેસી રહે છે. જેના કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે અને શહેરીજનોના ભોગ લેવાયાની ઘટના પણ બની ગઈ છે તેમજ શહેરીજનો ઉપર આવા અબોલ પશુઓ દ્વારા હુમલો કરાયાની ઘટના પણ બહાર આવી હતી. ત્યારે જામ્યુકો દ્વારા 30 જેટલા રોજમદારોને રોડ પર અડીંગો જમાવેલા પશુઓને દૂર કરવાની કામગીરી સોંપાઈ હતી. પરંતુ, ઉપરોકત તસ્વીરમાં મુખ્ય રાજમાર્ગ પર અડીંગો જમાવેલા પશુઓ નજરે પડે છે!!