શહેરના આણદાબાવા ચકલા વિસ્તારમાં પાણી વિતરણના સમયે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાણીનો ભયંકર વેડફાટ કરવામાં આવતો હોય, જેના પરિણામે આ વિસ્તારના દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો દ્વારા પાણીનો વેડફાટ કરાતાં રોડ ઉપર પાણીનો ભરાવો તો થાય છે, ઉપરાંત ગટરો છલકાતાં રોડ ઉપર ગટરોના પાણી ફરી વળે છે. તેના કારણે વાહનો સ્લિપ થવાના બનાવો બનતાં વાહન ચાલકો ઇજાગ્રસ્ત થાય છે. જેના કારણે દુકાનદારોમાં રોષની લાગણી છવાઇ છે.