ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા રવિ વજશીભાઈ વસરા નામના 19 વર્ષના વિદ્યાર્થી યુવાન પાસેથી પોલીસે રૂ. 2,400ની કિંમતની છ બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. દારૂનો આ જથ્થો તેણે મોટા કાલાવડ ગામના ભીમસી ખીમાભાઈ ભેડાને સાથે રાખીને રાકેશ દેવાભાઈ મોરી નામના શખ્સ પાસેથી ખરીદ કાર્યો હોવાનું કબૂલતાં પોલીસે રવિની અટકાયત કરી હતી તથા ભીમસી અને રાકેશને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.