ભાણવડ તાલુકાના ધારાગર ગામે રહેતી અને ઓસમાણભાઈ ઉમરભાઈ ઘુઘાની 35 વર્ષની પરિણીત પુત્રી મુમતાઝબેન હનીફભાઈ નાઈને તેણીના લગ્નજીવનના છએક વર્ષના સમયગાળાથી તેણીના પતિ હનીફભાઈ ઉર્ફે ગની ઈબ્રાહીમભાઈ નાઈ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી, મારકૂટ કરવામાં આવતા આ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં મુમતાઝબેને પોતાના પતિ હનીફ ઉર્ફે ગની ઈબ્રાહીમ સામે આઈ.પી.સી. કલમ 498(એ) તથા 323 મુજબ ગુનો નોંધાવ્યો છે.