દ્વારકામાં રબારી પાડો વિસ્તારમાં રહેતા મનિષાબેન પિયુષભાઈ દત્તાણી નામના 31 વર્ષના મહિલાને તેના લગ્ન બાદ ત્રણેક માસ પછીથી તેણીના પતિ પિયુષભાઈ તેમજ સસરા સુરેશભાઈ જેઠાભાઈ દત્તાણી અને સાસુ ઈન્દુબેન સુરેશભાઈ દત્તાણી દ્વારા નાની-નાની વાતમાં મેણાં-ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નમાં તેણી કરિયાવર ઓછો લાવી હોવાનું કહી અને વધુ દહેજની માગણી કરી, તેણીના સાસુએ મનીષાબેનને મેણાં ટોણા મારી, ઢિકા પાટુનો માર માર્યો હતો.
આટલું જ નહીં, સાસરિયાઓએ મનીષાબેનને પહેર્યે કપડે ઘરમાંથી કાઢી મુકી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ધોરણસર ફરીયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસે આઈપીસી કલમ 498(એ), 323, 504, 506(2), 114 તથા દહેજ પ્રતિબંધકધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે. વાળા ચલાવી રહ્યા છે.