પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ વાર્ષિક ઇન્સ્પેકશન માટે રાજકોટ ડિવીઝનના જામનગર, કાનાલુસ, હાપા સહિતના સ્ટેશનોની મુલાકાતે છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજક આલોક કંસલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન અર્થે આજરોજ રાજકોટ ડિવીઝનના વિવિધ સ્ટેશનોની મુલાકાત લેવામાં આવી હતી. જેના ભાગરૂપે જનરલ મેનેજરનો કાફલો કાનાલુસ પહોંચી ચૂકયો હતો. જયાં આલોક કંસલ દ્વારા વૃક્ષારોપણ નવનિર્મિત્ત મનોરંજન કુટિર, રનિંગરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાનાલુસ રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું.
આજરોજ સવારે કાનાલુસ ખાતે પધારેલા જનરલ મેનેજર દ્વારા નવનિર્મિત રેલવે આવાસ તથા રનિંગ રૂમનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ જનરલ મેનેજર જામનગરની મુલાકાતે આવ્યા હતાં. જ્યાં જામનગરના અધિકારીઓ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જામનગર રેલવે સ્ટેશને નિરીક્ષણ કરી આરપીએફ સબ પોસ્ટનું ઇન્સ્પેકશન, આરપીએફ લેડીઝ ચેઇન્જીંગ રૂમ, નવા જીમ અને ગાર્ડનનું ઉદઘાટન કર્યુ હતું તેમજ જામનગર રેલવે સ્ટેશનના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.