Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઠંડીમાં ઠુંઠવાયું જામનગર, પારો સિંગલ ડિજિટની નજીક

ઠંડીમાં ઠુંઠવાયું જામનગર, પારો સિંગલ ડિજિટની નજીક

આજે સીઝનનું સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું : છેલ્લાં ત્રણ દિવસમાં તાપમાન 7 ડિગ્રી ગગડયું

- Advertisement -

ઉત્તરના પવનો ફૂંકાવાનું શરૂ થતાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાએ અસલી મિજાજ દર્શાવવાનું શરૂ કર્યુ છે. હવામાન વિભાગ તરફથી પણ આગામી દિવસોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે જામનગર શહેરમાં મોસમનું સૌથી નીચું એટલે કે, 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બરની મધ્યમાં તાપમાનનો પારો સિંગલ ડિઝીટ તરફ સરકવા લાગ્યો છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકનું મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું છે. જયારે પવનની ઝડપ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. જામનગરમાં શરૂ થયેલી કડકડતી ઠંડીને પગલે જનજીવન ઠુંઠવાયું હતું. ખાસ કરીને ખુલ્લામાં તેમજ ફુટપાથ પર રહેતાં લોકોની હાલત કફોડી બની હતી. ઠંડીને કારણે પશુ-પક્ષીઓ પણ ઠુંઠવાયા હતા.

- Advertisement -

બીજી તરફ કચ્છનું નલિયા રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. આજે વહેલી સવારે અહીં ન્યુનતમ તાપમાન રાજયમાં સૌથી ઓછું 4.6 ડિગ્રી નોધાયું છે.

રાજયના અન્ય વિસ્તારો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાઇ રહી છે. પાટનગર ગાંધીનગરમાં 11.2, અમદાવાદમાં 13, વડોદરમાં 15.4 તો સુરતમાં 16.8 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ નિર્માણ પામવાની આગાહી કરી છે. બદલાતી મોસમ વચ્ચે રાજયમાં બે વખત વાતાવરણમાં પલ્ટો આવી ચૂકયો છે. પહાડી વિસ્તારોમાં થઇ રહેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular