Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને શિક્ષક સંઘ દ્વારા આવેદન પત્ર

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને શિક્ષક સંઘ દ્વારા આવેદન પત્ર

જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વડાપ્રધાનને રજૂઆત : અગાઉ પણ રાષ્ટ્રપતિ સહિતનાને આવેદનપત્ર પાઠવ્યું

- Advertisement -

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગર રાષ્ટ્રીય સ્તર પર અખિલભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે. અ.ભા.પ્રા.શિ.સંઘ એ 30 લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધત્વ કરતુ એકમાત્ર સંગઠન છે. અ.ભા.પ્રા.શિ.સંઘ 25 રાજ્યોમાં લગભગ 23 લાખ શિક્ષકોનું સભ્ય પદ ધરાવે છે જે આંતરરાષ્ટ્રીય સ્તર પર એજ્યુકેશન ઇન્ટરનેશનલ (E.I) જોડાયેલ છે. E.I લગભગ 171 દેશોના 3,50,00,000 (ત્રણ કરોડ પચાસ લાખ) જેટલા શિક્ષકોની સંખ્યા ધરાવે છે. શિક્ષણની સ્થિતિમાં સુધારો લાવવા, શિક્ષણમાં સારા પરિણામો મેળવવા બાબતે સંગઠન કામ કરી રહ્યું છે. વર્ષ -2006થી જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે ગુ.રા. પ્રા. શિ.સંધ અને અ.ભા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન ચલાવી રહ્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંસાધન વિકાસ મંત્રી, મુખ્યમંત્રી વિગેરેને આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે.

- Advertisement -

અ.ભા.પ્રા.શિ.સંઘ ની તા 14-15 નવેમ્બર ર021 ના રોજ બૌધ ગયા (બિહાર) ખાતે મળેલ કારોબારી સભામાં ઠરાવ્યા અનુસાર તથા AIPTF ની એક્શન કમિટી દ્વારા જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરી, સાતમા પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાન રૂપે આપવા, જુદા જુદા નામોથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં રહેલી શિક્ષક વિરોધી જોગવાઈ દૂર કરવી તેમજ એસ.પી.એલ. રજા બાબતે નિર્ણય તથા 27/4/2011 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને નિવૃત્તી સામે કાયમીના આદેશ કરવા, 10 વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડ મર્યાદા ઘટાડવા, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવા બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલા શિક્ષકોને 100 ટકા છૂટા કરવા તેમજ કોરોનાના કારણે સીસીસીની પરીક્ષા લેવાયેલ ન હોય તો સીસીસી પરીક્ષા માટ તા.31/12/2020 પછીની મુદ્તમાં વધારો કરવા સહિતની માંગણીઓ જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને મંત્રી પંકજભાઈ વિરડિયા સહિતના હોદેદારો દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે વડાપ્રધાનને આવેદન પત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular