Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆર્થિક સંકડામણથી કંટાળી યુવાનનો આપઘાત

આર્થિક સંકડામણથી કંટાળી યુવાનનો આપઘાત

- Advertisement -

દ્વારકા જિલ્લાના ઓખા મંડળના સુરજકરાડીમાં રહેતાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળી જઇ ઓખા-ભાવનગર ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ જીવણભાઈ બથવાર નામના 37 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને તેમની આર્થિક સંકળામણભરી પરિસ્થિતિમાં મંગળવારે સાંજે સુરજકરાડી વિસ્તારમાંથી પસાર થતી ઓખા-ભાવનગર ટ્રેન હેઠળ પડતું મુકી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ કિશોરભાઈ જીણાભાઈ બથવારે મીઠાપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular