જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખામાં ફાયરમેન કમ ડ્રાઇવરની ભરતી માટે આજરોજ ફિઝીકલ પરીક્ષા યોજાઇ હતી. જેમાં કુલ 78 ઉમેદવારોની ફિઝીકલ ટેસ્ટ લેવામાં આવી હતી.
જામ્યુકોની ફાયર શાખામાં ફાયરમેન કમ ડ્રાઇવરની ભરતી માટે જાહેરાત કરાઇ હતી. જેમાં કુલ 488 ઉમેદવારોએ દાવેદારી કરી હતી. આ ઉમેદવારોની સ્વિમીંગ સહિતની કસોટી યોજાયા બાદ આજે તેમાંથી ઉર્તિણ થયેલા 78 ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ લેવાઇ હતી. એસએસબી ગ્રાઉન્ડ ખાતે રોપ કલાઇમ્બીંગ, 100 મીટર દોડ તેમજ ફાયરના વાહનોનું ડ્રાઇવીંગ સહિતની કસોટી લેવામાં આવી હતી.