Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમની ઉજવણી

જામનગરમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમની ઉજવણી

- Advertisement -

- Advertisement -

 

ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલ વિશ્ર્વ પ્રસિધ્ધ કાશી વિશ્ર્વનાથ મંદિરમાં જિર્ણોધ્ધારનું ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રારંભ કરાયો હતો. જેની ભારતના તમામ શહેર-જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર ભાજપ દ્વારા પણ શહેર કાર્યાલય ખાતે દિવ્ય કાશી, ભવ્ય કાશી કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવાલયમાં જળાભિષેક તેમજ કાશી વિશ્ર્વનાથ વારાણસીથી વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કાશિ વિશ્ર્વનાથ વારાણસીના જિર્ણોધ્ધાર સાથે કોરીડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર ભાજપ દ્વારા પણ ગઇકાલે કળશ યાત્રા સાથે દુ:ખભંજન મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં મંદિરોમાં ધર્મગુરુઓ તથા ભાજપના હોદેદારો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ યોજાયો હતો. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાનના કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ તકે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ચર્ત્રભુજદાસ સ્વામી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, મહિલા ભાજપ શહેર પ્રમુખ રીટાબેન જોટંગીયા તથા કોર્પોરેટરો, વિવિધ મોરચા સેલના હોદ્ેદારો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા સહિતના પદાધિકારીઓ પોત પોતાના વોર્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

જામનગરના તમામ વોર્ડમાં પણ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમની ઉજવણી થઇ હતી. જેમાં વોર્ડ નં. 15માં સોમનાથ મંદિરે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાડા પાંચસોથી વધુ લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની ઉજવણીના સાક્ષી બન્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular