ભારતના કોરોનાના નવા વેરિયન્ટ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. આજે 18 મહિના બાદ દેશમાં સૌથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 5784 નવા કેસ નોંધાયા છે અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7995 લોકો સ્વસ્થ થયા છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. હવે 88,993 એક્ટીવ કેસ છે. આજે નોંધાયેલા કેસ પૈકી દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4308 કેસ નોંધાયા છે અને 203 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલના રોજ દેશમાં 7350 કેસ નોંધાયા હતા અને 202 લોકોના મૃત્યુ થયા હતા. આજે કોરોનાના મોતમાં વધારો થયો છે. ત્યારે કેસમાં ઘટાડો થયો છે.
ઓમીક્રોન વેરિયન્ટની વાત કરવામાં આવે તો આજે ગુજરાતના સુરતમાં 1 કેસ અને મહારાષ્ટ્રમાં 2 કેસ નોંધાતા કુલ 41 કેસ થયા છે. શમાં અત્યાર સુધીમાં 133,88,12,577 લોકોનું રસીકરણ થયું છે. ભારતમાં અત્યાર સુધી 3 કરોડ 47 લાખ 3 હજાર 644 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4 લાખ 75 હજાર 888 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.