ગુજરાતમાંથી અવારનવાર રખડતા ઢોરના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે જુનાગઢમાં ફરી એક વખત આખલાના આતંકના CCTV સામે આવ્યા છે. જુનાગઢના જોશીપરાની સર્વોદય સોસાયટીનો આ બનાવ છે. જેમાં રસ્તા પર જઈ રહેલી મહિલાઓ પૈકી એક મહિલાને આખલાએ જમીન પર પછાડી દીધી હતી.
#gujarat #Junagadh #video #CCTV #attack #Khabargujarat
જુનાગઢમાં રખડતા ઢોરે મહિલા પર હુમલો કર્યો
જીવના જોખમે બચી મહિલા
ઘટના સીસીટીવીમાં કેદ pic.twitter.com/pZplqHD7yN— Khabar Gujarat (@khabargujarat) December 11, 2021
સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલા રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે રાખડતા ઢોરના ટોળા માંથી એક આખલો મહિલાની પાછળ દોડ્યો અને તેણી પર હુમલો કરી નીચે પછાડી દે છે. અહીં અવારનવાર રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ બની રહી છે. છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકો ત્રસ્ત બન્યા છે.