Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવિચિત્ર અકસ્માતના CCTV: બાઈકચાલકે એકટીવાને ઠોકર મારી રાહદારીઓને પણ અડફેટે લીધા

વિચિત્ર અકસ્માતના CCTV: બાઈકચાલકે એકટીવાને ઠોકર મારી રાહદારીઓને પણ અડફેટે લીધા

1નું મોત : 3 ઈજાગ્રસ્ત

- Advertisement -

ગુજરાતમાં દિવસભર અનેક અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે રોજ વલસાડ જીલ્લાના ધરમપુરમાં એક બાઈકચાલકે પુરઝડપે બાઈક ચલાવતા એકટીવા ચાલકને ઠોકર મારી હતી. અને રાહદારીઓને પણ અડફેટે લીધા હતા.જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયન મૃત્યુ નીપજ્યું હતું જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

 

https://twitter.com/khabargujarat/status/1469314227634462726

- Advertisement -

 

ધરમપુરના પ્રભુ ફળિયા વિસ્તારમાં આવેલા ભૂત બંગલા નજીક આવેલી બજારમાં એક બાઈક ચાલકે પુરઝડપે બાઈક દોડાવતા  બાબુભાઈ ગવલી નામના એકટીવા ચાલકને ઠોકર મારતા તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યુ હતું. ઉપરાંત બાઈકચાલકે રાહદારીઓને પણ અડફેટે લેતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકના પરિવારજનોએ અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular