જામનગર શહેરનો વોર્ડ નં.11માં આવેલ લાલવાડી વિસ્તારમાં અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે શેરી નં.1માં લાબાં સમયથી રસ્તાઓ ખરાબ હાલતમાં હોય આ અંગે સ્થાનિક રહેવાસીઓની રજુઆતને ધ્યાને લઇ રોડનું પેચવર્ક કાર્મ હાથ ધરાર્યું હતું. વોર્ડ નં.11ના કોર્પોરેટર હર્ષાબેન હિનલભાઇ વિરસોડિયા દ્વારા સરદારનગર મેઇન રોડ, શ્રીનાથ પાર્ક મેઇન રોડ ઉમિયાનગર મેઇન રોડ, વ્રજ ભુમી મેઇન રોડનું પેચવર્કનું કામ ચાલુ કરાવામાં આવ્યું હતું.